ખેડૂત લોન માફી : ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. રેડ્ડીએ કહ્યું કે ૨ લાખ રૂપિયાની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે જે ખેડૂતોએ ૨૦૧૮ અને ૨૦૨૩ વચ્ચે રૂ. ૨ લાખ સુધીની લોન લીધી છે, તેમને સંપૂર્ણ માફ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે કેબિનેટે ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. ૨ લાખની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લોન માફીની વિગતો, પાત્રતાની શરતો સહિત, ટૂંક સમયમાં સરકારી આદેશ (GO) માં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના ચાર મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું હતું. કોંગ્રેસે BRSને ખરાબ રીતે હરાવીને રાજ્યમાં સત્તા મેળવી હતી અને એ રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભા ચૂંટણી બાદ રેડ્ડીએ રાજ્યમાં લોન માફીની જાહેરાત કરી છે.
આ પણ વાંચો :-