Saturday, Sep 13, 2025

સુરતના માંડવીમાં દીપડો 7 વર્ષના બાળકને ખેતરમાં ખેંચી જઈ ફાડી ખાધો

2 Min Read

સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી આવી જ ઘટના સામે આવી છે. અહીં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો છે. શેરડી કાપવા કરવા આવેલાં મૂળ મહારાષ્ટ્રનો મજૂર પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાંખીને રહેતા હતાં. ત્યારે સોમવારે મોડી સાંજે 7 વર્ષનો દીકરો રમતો હતો ત્યાં અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો.

અહીં એક પરિવાર સીમમાં પડાવ નાંખીને રહેતો હતો, તે દરમિયાન બાળક બહાર રમી રહ્યું હતું. ત્યારે એકાએક બાળક આસપાસમાં ક્યાંય નજરે ન ચઢતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી. માતા-પિતા બાળકને શોધી રહ્યા હતાં, ત્યારે અચાનક તેમને દીપડાના પંજાના નિશાન દેખાયા. નિશાન જોતા જ પરિવારે વન વિભાગનો સંપર્ક કર્યો હતો.

પરિવારને બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ માંડવી પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલા તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસર એચ.જે વાંદા તેમજ તેઓની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે લઈ ગયા હતા.

વન વિભાગની ટીમે દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં 10 પાંજરાઓ મારણ સાથે ગોઠવી દીધાં હતાં. તેમજ 7 ટીમો કામે લાગી ગઈ હતી. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકોનો અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલ શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતી. હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ટૂંક સમયમાં મળે તે માટે વન વિભાગની ટીમે કામગીરી પણ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article