Thursday, Jan 29, 2026

સુરતમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી 1.15 લાખ પડાવ્યાં, મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ

2 Min Read

સુરતમાં એક વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાના પ્રેમ જાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા.ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું.

આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં અન્ય શામેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

Share This Article