Thursday, Oct 23, 2025

મુંબઈમાં IT વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડની બેહિસાબી સંપત્તિ મળી

2 Min Read

મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે એક સાથે અનેક જગ્યાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આવકવેરા વિભાગની આ કાર્યવાહી ૭૨ કલાક સુધી ચાલુ રહી હતી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય ૮ કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી ૧૪ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ૧૪ કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના આવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્તરૂપે દરોડા પાડ્યા હતા. શુક્રવારે, ૧૦ મેના રોજ, ટીમે નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓ સાથે મળીને નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ૭૨ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગે રૂ. ૧૭૦ કરોડની બિનહિસાબી સંપત્તિ રિકવર કરી છે. વિભાગને ૮ કિલો સોનું અને ૧૪ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

Share This Article