Thursday, Oct 23, 2025

મની લોન્ડરિંગ કેસમાં EDએ આરોપીની ધરપકડ પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે

2 Min Read

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે લોન્ડરિંગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટએ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૧૯ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ માટે EDને સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે.

PMLA supreme court case EDસુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે જે આરોપીની EDએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી, તેમના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે કોર્ટ ચાર્જશીટની નોંધ લીધા પછી આવા આરોપીને સમન્સ જાહેર કરશે અને તે હાજર થશે ત્યારે તેને જામીન મળી જશે. કલમ ૪૫માં આપવામાં આવેલી જામીનની બેવડી શરત તેને લાગુ પડશે નહીં. જો ED કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી આવા આરોપીની ધરપકડ કરવા માંગે છે, તો કોર્ટની પરવાનગી લેવી પડશે.

જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની પીઠે PMLA કાયદાને લઇને ચુકાદો આપ્યો છે. પીઠે કહ્યું, “જો આર્ટિકલ ૪૪ હેઠળ ફરિયાદના આધાર પર PMLAની કલમ ૪ હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે, તો ED અને તેના અધિકારીઓ કલમ ૧૯ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલ વ્યક્તિની ધરપકડ નહીં કરી શકે.

આ પણ વાંચો :-

Share This Article