Friday, Oct 24, 2025

જોધપુરમાં મહિલાની લાશના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં બાંધી જમીનમાં દાટી દીધી

2 Min Read

જોધપુરમાં પોલીસે 50 વર્ષની મહિલા અનિતાની હત્યા કરીને તેના બંને હાથ, પગ અને ગરદન કાપીને કોથળામાં ભરીને જમીનમાં દાટી દેવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મહિલાની હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. હત્યા પહેલાં જેસીબીથી ઘરની બહાર ખાડો ખોદવામાં આવ્યો હતો. પોલીસે બોરાનાડા વિસ્તારના ગંગાના નિવાસી આરોપી ગુલામુદ્દીન (42)ની પત્નીની અટકાયત કરી છે.

ગુલામુદ્દીનની પત્નીના કહેવા પર પોલીસે અનિતાના મૃતદેહના ટુકડા તેના ઘરની સામેના ખાડામાંથી મેળવ્યા હતા. ગુલામુદ્દીને 3 દિવસ પહેલાં આ ખાડો ખોદ્યો હતો. હત્યા બાદ અનિતાના મૃતદેહના ટુકડા કરી બોરીમાં ભરીને એ જ ખાડામાં દાટી દીધા હતા.

સરદારપુર વિસ્તારમાં રહેતી અનિતા ચૌધરી બ્યુટી પાર્લર ચલાવતી હતી. 27 ઓક્ટોબરે તેના પરિવારજનોએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી ત્યારે તે સીસીટીવી ફૂટેજમાં ટેક્સીમાં જતી જોવા મળી હતી. ત્યારબાદ નંબરોના આધારે ટેક્સી ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે તેણે મહિલાને ગંગાના વિસ્તારમાં ઉતારી હતી. પોલીસના ધ્યાનમાં આવ્યું કે ટેક્સી ડ્રાઈવર તેને જે ઘરમાં લઈ ગયો તે ગુલામુદ્દીનનું ઘર હતું, જે મહિલાની બ્યુટી પાર્લરની દુકાન પાસે જ દુકાન ચલાવતો હતો. ગુલામુદ્દીન ઘરે ન મળતાં પોલીસને શંકા ગઈ હતી.

ગુલામુદ્દીન અનિતાને બહેન માનતો હતો મનમોહને જણાવ્યું હતું કે સરદારપુરા બી રોડ પર ગુલામુદ્દીનની દુકાન અને તેની પત્નીનું બ્યૂટિપાર્લર સામે જ આવેલી છે. તેઓ લગભગ 25 વર્ષથી દુકાન ચલાવે છે. ગુલામુદ્દીન અનિતાને પોતાની બહેન માનતો હતો અને તેને બહેન કહીને બોલાવતો હતો. પતિએ આ મામલે અનિતાને વિશ્વાસમાં લઈને તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

Share This Article