હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ અને મત ગણતરીની શરૂઆતના તબક્કાને ધ્યાનમાં લેતાં કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. તેના કાર્યાલય પર મીઠાઈઓ પણ વહેંચાઈ ગઈ હતી. પરંતુ એક કલાક બાદ ભાજપે જંગી બહુમત સાથે લીડ મેળવી રાજ્યમાં હેટ્રિક કરવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી બાજી પલટી દીધી હતી. તે કોંગ્રેસને આકરી ટક્કર આપતો જોવા મળ્યો છે. આ બંને પક્ષો વચ્ચે સવારે મત ગણતરી શરૂ થયા બાદ આકરી ટક્કર જોવા મળી રહી હતી. દરેક કલાકમાં વલણ બદલાઈ રહ્યું છે.
શરૂઆતના એક કલાકમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ ચાલી રહી હતી. તેના પક્ષમાં 16 બેઠકો જ્યારે ભાજપને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી હતી. જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી ત્યારે કોંગ્રેસ તરફી વલણ વધ્યું હતું. તે બહુમતમાં આવી હતી.
શરૂઆતમાં કોંગ્રેસ તરફી વલણ બાદ 9થી 10 વાગ્યામાં જ ભાજપે ખેલ પાડ્યો હતો. તે કોંગ્રેસને પાછળ પાડતાં બહુમતમાં આવી ગઈ હતી. ભાજપ 50 બેઠકોમાં આગળ ચાલી રહી હતી, જ્યારે કોંગ્રેસ બહુમતના આંકડાથી ઘણી દૂર 35 બેઠકોમાં જ સમેટાતી જોવા મળી છે. બંને પક્ષો વચ્ચે બેઠકનું અંતર સતત વધી રહ્યું છે.
રાજ્યમાં આ વખતે ઘણા મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં છે. કુરુક્ષેત્રના લાડવા સીટથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રોહતકની ગઢી સાંપલાથી ભૂપિંદર સિંહ હુડ્ડા, જુલાનાથી વિનેશ ફોગાટ, રાનિયાથી રણજીત સિંહ ચૌટાલા, ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલા, સિરસાથી ગોપાલ કાંડા અને હિસારથી સાવિત્રી જિંદાલ સહિત ઘણા મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે.
આ પણ વાંચો :-