હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત નોંધાવ્યા બાદ આજે બીજેપીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી સીએમ નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૈની આજે બપોરે 2 વાગ્યાની આસપાસ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પીએમ મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સીએમ તરીકે શપથ લેશે.

મળતી માહિતી મુજબ, નિરીક્ષક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ મોહન યાદવની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન, નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અનિલ વિજે રજૂ કર્યો હતો, જેને તમામ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને નાયબ સિંહ સૈનીને સર્વાનુમતે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
જો કે ધારાસભ્ય દળની બેઠક પહેલા જ નાયબ સિંહના નામને મંજુરી આપવા અંગે જોરદાર ચર્ચા થઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં PM મોદી અને નાયબ સિંહ સૈનીની તસવીર હતી અને લોકોને આવતીકાલે પંચકુલામાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ જાહેરાત સંકેત આપી રહી હતી કે, આજે મળનારી વિધાનસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીના નામને મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો :-