બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના મામલામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સી NIAએ આ મામલામાં વિસ્ફોટ કરનાર આતંકવાદીના એક સહાયકની ધરપકડ કરી છે. કર્ણાટકમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. NIA, જે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં ૧ માર્ચે થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે, તેણે શબ્બીર નામના એક શકમંદની અટકાયત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની કર્ણાટકના બેલ્લારીમાં કોઈ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે. અત્યારે એજન્સી આ મામલે તેની સઘન પૂછપરછ કરી રહી છે.
વિસ્ફોટના લગભગ આઠ કલાક પછી ૧ માર્ચના રોજ શંકાસ્પદ વ્યક્તિને છેલ્લે બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવામાં આવ્યો હતો. રામેશ્વરમ કાફે વિસ્ફોટના પાંચ દિવસ પછી, NIAએ ઇસ્લામિક સ્ટેટ (ISIS) મોડ્યુલમાંથી ચાર લોકોની અટકાયત કરી હતી. NIA તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રામેશ્વરમ કાફે વિસ્ફોટના શંકમદે કાફેથી લગભગ ૩ કિમી દૂર ગયા પછી કપડાં બદલ્યા હતા. તેણે પહેરેલી બેઝબોલ કેપ અને શર્ટ બદલીને કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરી હતી.
રામેશ્વરમ કાફે વિસ્ફોટને અંજામ આપનાર શકમંદ સવારે ૧૦:૪૫ વાગ્યે સાર્વજનિક બસમાંથી ઉતરી ગયો હતો. આ બસ સ્ટોપ કાફેથી માત્ર ૧૦૦ મીટર દૂર છે. આ પછી, તે પાછળ ફર્યો અને ૧૧:૩૪ વાગ્યે કેફેમાં પ્રવેશ્યો અને ૮ મિનિટ પછી બહાર આવ્યો. દરમિયાન તેણે અહીં બોમ્બ મુક્યો હતો. અહીંથી નીકળ્યા બાદ તે એક કિલોમીટર દૂર આવેલા બસ સ્ટોપ પર ગયો અને ત્યાંથી બસ પકડી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ તેના માર્ગમાં એક મુસ્લિમ ધાર્મિક કેન્દ્ર પર પણ રોકાયો હતો. અહીં તેણે પોતાનો વેશ બદલી નાખ્યો અને ટોપી પણ છોડી દીધી.
NIAએ આ કેપ રિકવર કરી હતી. સંદિગ્ધને ઓળખવા માટે NIAએ તેનો ફોટો ધરાવતું પોસ્ટર બહાર પાડ્યું હતું. NIAએ આ અંગે માહિતી આપનારને ₹૧૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. હવે આ કેસમાં આ શકમંદની કસ્ટડી બાદ આ બાબતનો ખુલાસો થવાની આશા વધી ગઈ છે.
આ પણ વાંચો :-