Friday, Oct 24, 2025

કોંગ્રેસને વધુ એક ઝટકો, બૉક્સર વિજેન્દ્ર સિંહ આજે ભાજપમાં જોડાયા

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, બોક્સર વિજેન્દ્ર સિંહે ટ્વિટર (X) પર એક લાઇનની પોસ્ટ કરી હતી, જેના પછી લોકસભા ચૂંટણી પહેલા ઘણી અટકળો શરૂ થઈ હતી. તેણે લખ્યું, ‘જ્યાં જનતા ઈચ્છે છે, હું તૈયાર છું.’

ભાજપ મહાસચિવ તાવડેએ કહ્યું કે, વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો છે. તેમના આવવાથી પાર્ટી વધુ મજબૂત થશે અને લક્ષ્ય તરફ આગળ વધશે.’ જ્યારે વિજેન્દ્રએ કહ્યું કે, મારી ઘરવાપસી થઈ છે, ખૂબ સારુ લાગી રહ્યું છે. દેશ-વિદેશમાં ખેલાડીઓનું સન્માન વધ્યું છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે, ત્યારથી ખેલાડીઓને ફાયદો થયો છે. હું પહેલાવાળો જ વિજેન્દ્ર છું. ખોટાને ખોટો કહીશ અને સાચાને સાચો કહીશ.

વિજેન્દ્ર કુમારે વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી. તે ભાજપના રમેશ બિધૂડી સામે ચૂંટણી હારી ગયો હતો. બિધૂડીને ૬ લાખ ૮૭ હજારથી વધારે મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાધવ ચઢ્ઢાને ૩ લાખ ૧૯ હજારથી વધુ મત મળ્યા હતા. તો વિજેન્દ્ર કુમારને ૧ લાખ ૬૪ હજારથી વધારે મત મળ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article