પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના મોત થતાં લોકોમાં ગુસ્સો અને ડર બંને જોવા મળ્યો છે. આ ઘટનાની અસર કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર પણ સીધી પડી છે. ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોના લોકો, જેમણે ગરમીઓની ছુટ્ટીઓ માટે કાશ્મીરનું બુકિંગ કરાવ્યું હતું, તેમણે યાત્રા રદ્દ કરી દીધી છે. ટ્રાવેલ એજન્સીઓ અને હોટલ માલિકોનું કહેવું છે કે સીઝનની ચમક દરમિયાન આવી પરિસ્થિતિ પહેલાં કદી જોવાઈ નહોતી.
હોટલ્સ, હોમસ્ટે અને હાઉસબોટ્સના બુકિંગ રદ્દ થવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ, જે કાશ્મીરના કુદરતી સૌંદર્ય અને ઠંડી વાતાવરણ માટે આવતા હતા, તેમણે પણ ટૂર રદ્દ કર્યા છે. કેટલીક ટ્રાવેલ કંપનીઓના મતે, અત્યારે 6 મહિના સુધી નવા બુકિંગની સંભાવના ઓછી છે. પહેલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ જેવા લોકપ્રિય સ્થળોએ હાલ ચાહકોની સંખ્યા ન્યૂનતમ સ્તરે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને હોટલ ઉદ્યોગમાં કામ કરતા હજારો લોકોને રોજગારી પર પણ અસર પડી છે.
જમ્મુ અને કાશ્મીરનું પ્રવાસનનો છેલ્લા 5 વર્ષમાં સારો એવો વિકાસ થયો હતો. અહીં ભારતીય પ્રવાસી કરતા વિદેશી પ્રવાસીઓ વધારે આવતા હોય છે. 2024ની વાત કરવામાં આવે તો, 65,452 જેટલા વિદેશી પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવ્યાં હતા. આ વખતે સંખ્યા વધવાની આશા હતી પરંતુ હવે તે આંકડો ઘટવાનો છે. કારણે કે, મોટા ભાગના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ સ્થિતિમાં સુધાર આવતા ઘણો સમય લાગશે તેવું સ્થાનિક વેપારીઓ, હોટલ માલિકો અને ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે.