Monday, Dec 22, 2025

‘શનિ શિંગણાપુર મંદિરમાંથી મુસ્લિમ કર્મચારીઓને તાત્કાલિક હટાવો’, હિન્દૂ સંગઠનની ચેતવણી

2 Min Read

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટ ‘શ્રી શનિશ્ચર દેવસ્થાન’ એ તાજેતરમાં જ શિસ્તભંગના કારણોસર 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાંથી 114 એટલે કે લગભગ 68% મુસ્લિમ છે. જોકે, ટ્રસ્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં ધાર્મિક આધાર પર ભેદભાવનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું કે આ પગલું કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે લેવામાં ઉઠાવવામાં આવ્યું છે.

મંદિર ટ્રસ્ટનો શું અભિપ્રાય છે?
આ અંગે મંદિર ટ્રસ્ટ કહે છે કે એ વાત સાચી છે કે મંદિર ટ્રસ્ટમાં કુલ 114 મુસ્લિમ કર્મચારીઓ કામ કરે છે પરંતુ મંદિર પરિસરમાં એક પણ મુસ્લિમ કર્મચારી ફરજ પર નથી. આ મુસ્લિમ કર્મચારીઓ મંદિર ટ્રસ્ટના કૃષિ વિભાગ, કચરો વ્યવસ્થાપન વિભાગ અને શિક્ષણ વિભાગમાં કામ કરે છે. 114 મુસ્લિમ કર્મચારીઓમાંથી 99 કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી કામ પર આવી રહ્યા નથી. આ બધા કર્મચારીઓના પગાર બંધ કરી દેવામાં આવ્યા છે. બાકીના 15 કર્મચારીઓમાંથી કેટલાક છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો?
૨૧ મે ૨૦૨૫ ના રોજ જ્યારે મુસ્લિમ કારીગરોએ મંદિરના પવિત્ર ચબુતરામાં ગ્રીલ લગાવી અને ભગવાન શનિદેવના ચબુતરાને સાફ અને રંગ કર્યો ત્યારે મામલો ગરમાયો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ અને હિન્દુ સંગઠનોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મંદિરના ટ્રસ્ટ બોર્ડે હવે તમામ મુસ્લિમ કર્મચારીઓને પરિસરમાંથી દૂર કરી દીધા છે.

Share This Article