Saturday, Sep 13, 2025

ICC Women’s World Cup: ફેન્સ માટે ખુશખબર – ટિકિટની કિંમત સાંભળીને ચોંકી જશો!

1 Min Read

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર!

આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025 માટે ટિકિટ વેચાણની શરૂઆત થઈ ગઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ટિકિટની કિંમત એક કપ કોફી કરતા પણ ઓછી – માત્ર ₹100 થી શરૂ થાય છે.આ વર્લ્ડકપ ભારત અને શ્રીલંકાની યજમાનીમાં 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 નવેમ્બર સુધી રમાશે. કુલ 8 ટીમો – ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ – આ મેગા ઇવેન્ટમાં ભાગ લેશે.

ICCએ 4 સપ્ટેમ્બરથી પ્રી-સેલ શરૂ કરી છે, જે 4 દિવસ સુધી માત્ર Google Pay ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ દરમિયાન ચાહકોને ટિકિટ સાથે કેશબેકનો પણ લાભ મળશે. સામાન્ય ચાહકો માટે ટિકિટનું વેચાણ 9 સપ્ટેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે Tickets.cricketworldcup.com પરથી મેળવી શકાશે.ટુર્નામેન્ટની પહેલી મેચ ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાશે. આ પહેલા એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ થશે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર ગાયિકા શ્રેયા ઘોષાલ પોતાના સંગીતથી ચાહકોને ઝૂમાવશે.

ખાસ વાત એ છે કે પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અથવા ફાઇનલમાં પહોંચશે, તો તે પણ શ્રીલંકામાં યોજાશે. બાકી તમામ નોકઆઉટ મુકાબલાઓ અને મોટાભાગની મેચો ભારતમાં યોજાશે. ક્રિકેટ ચાહકો માટે આ એક સુવર્ણ તક છે – વર્લ્ડકપનો રોમાંચ માત્ર ₹100માં માણવાની!

Share This Article