ભારતીય મૂળના અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાજર સુનીતા વિલિયમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમનું વજન ઘટ્યું નથી પરંતુ વધ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના શરીરમાં ફ્લુઇડ શિફ્ટ થયું છે, એટલે કે તેમના શરીરમાં રહેલા ફ્લુઇડ્સ સમાન રીતે શરીરમાં ફેલાઈ ગયા છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે.

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાને કારણે વિલિયમ્સને 150 દિવસથી વધુ સમય સુધી ત્યાં છે. હાલમા જ તેમની દુબળી-પાતળી તસવીરોએ લાંબા ગાળાની અવકાશ યાત્રાની શારીરિક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરી શકશે.
આ મિશનથી પરિચિત નાસાના એક સૂત્રએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા ઉભી કરી છે. તેમણે કહ્યું કે તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. હવે સુનિતા દુબળી પાતળી અને હાડકાં દેખાવવા લાગ્યા છે. તેમના વજનને સ્થિર કરવું એ એજન્સી માટે પ્રાથમિકતા બની ગઈ છે. સૂત્રએ કહ્યું કે જ્યારે મેં સુનિતા વિલિયમ્સની નવી તસવીર જોઈ ત્યારે હું ચોંકી ગયો હતો. આ ખરેખર ચિંતાનો વિષય છે. દરેક વ્યક્તિ તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.
સુનીતા વિલિયમ્સ, જેમનું વજન લોન્ચ સમયે લગભગ 140 પાઉન્ડ હતું, અંતરિક્ષ જીવનની ઉચ્ચ શારીરિક માંગને સંતુલિત કરવા માટે દૈનિક 3,500 થી 4,000 કેલરીના સેવન પુરું કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. નાસાના કર્મચારીએ કહ્યું કે જ્યારે તમે કેલરી ઘટાડવાનું શરૂ કરો છો ત્યારે તમારું વજન ઝડપથી ઘટે છે. વજન રહિત વાતાવરણમાં સ્નાયુઓ અને હાડકાના જથ્થાને જાળવવા માટે દરરોજે બે કલાકથી વધુ કસરતની જરૂર પડે છે, જેનાથી વધારાની કેલરી ખર્ચ થાય છે.
નાસાના ડોક્ટર એક મહિનાથી વધુ સમયથી વિલિયમ્સના વજન પર કામ કરી રહ્યા છે, કારણ કે તેમને જાણવા મળ્યું છે કે અવકાશમાં મેટાબોલિઝ્મના ફેરફારને કારણે મહિલા અવકાશયાત્રીઓને પુરુષો કરતા વધુ ઝડપથી સ્નાયુઓમાં ઘટાડો અનુભવી શકે છે. નાસાના એક ફિઝિશિયનના જણાવ્યા અનુસાર વિલિયમ્સની ઉપસ્થિતિ ઊંચાઈ પર રહેવાને કારણે પેદા થતા તણાવને દર્શાવે છે.
આ પણ વાંચો :-