Wednesday, Jan 28, 2026

મધ્યપ્રદેશના છતરપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના મોત

2 Min Read

મધ્યપ્રદેશના છતરપુરમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમના લોહીથી લથબથ મૃતદેહ જોઈને પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે, શ્રદ્ધાળુઓથી ભરેલી ઓટો એક ટ્રક સાથે અથડાઈ હતી અને તે રસ્તાની વચ્ચે પલટી ગઈ હતી.

આ અકસ્માત ઝાંસી ખજુરાહો હાઈવે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. ઓટો સવારો બાગેશ્વર ધામ ખાતે બાબાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અથડામણને કારણે ઓટો ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. ટ્રકને પણ ઘણું નુકસાન થયું છે. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.

અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાદરી ગામ પાસે ઓટો નંબર UP95 AT2421 ટ્રક નંબર PB13BB 6479 સાથે અથડાઈ હતી. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ અકસ્માત સ્થળ પરનું દ્રશ્ય ભયાનક હતું.

આ પણ વાંચો :-

Share This Article