Wednesday, Oct 29, 2025

ડભોઈમાં ભયાનક અકસ્માત, બોલેરોની ટક્કરથી એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત

1 Min Read

વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ અર્થે 3 મિત્રો કવાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસ કર્મી મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.

બે મિત્રોના ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું.

મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રોએ પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article