આસામમાં પૂરની ભયાનક સ્થિતિ, અત્યાર સુધી ૪૫ લોકોના મોત, ૨૮૦૦થી વધુ ગામ પ્રભાવિત

Share this story

દેશમાં કમોસમી વરસાદ વચ્ચે આસામમાં પૂરની સ્થિતિ વિકટ બની છે. સ્થિતિ એ છે કે રાજ્યમાં પૂરનું ગંભીર સંકટ યથાવત છે. આ સાથે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ સહિત તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરના કારણે આસામમાં અત્યાર સુધીમાં ૪૫ લોકોના મોત થયા છે. બુધવારે રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત થયા હતા. રાજ્યમાં એકંદરે પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે, કારણ કે ૨૯ જિલ્લાઓમાં ૧૬.૨૫ લાખથી વધુ લોકો પૂરની બીજી લહેરથી પ્રભાવિત થયા છે.

આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ | India News in Gujarati
મધ્ય આસામના નાગાંવ અને દરરંગ અને બરાક ખીણમાં કરીમગંજ જીલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી ૧૫ ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવે.

મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને સંબોધતા કહ્યું કે અમારું ધ્યાન શક્ય તેટલી વહેલી તકે નુકસાનનું મૂલ્યાંકન કરવા પર છે જેથી ૧૫ ઓગસ્ટ સુધીમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. તેમણે કહ્યું કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે, તો અંદાજે બે દિવસમાં પૂરની સ્થિતિમાં સુધારો થશે એવી અપેક્ષા છે, પરંતુ અમારો ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે જુલાઈમાં પૂરની ત્રીજી લહેર પણ આવે છે. આસામમાં હાઈ એલર્ટ છે કારણ કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. માહિતી મુજબ પૂરથી આસામમાં ૬,૦૦,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૪૬ લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૨૨ માં પૂરને કારણે ૪૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને ૪૫ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-