ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ નવી દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા અને કેરળમાં સ્વિગી, બિગબાસ્કેટ અને ઝોમેટો દ્વારા આલ્કોહોલની હોમ ડિલિવરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો વિચાર છે. આ બાબતની જાણકાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, બિયર, વાઇન અને ઓછી આલ્કોહોલની પ્રોડક્ટ્સ સપ્લાય કરવાની છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
અહેવાલ મુજબ, રાજ્યના અધિકારીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને શરાબના ઉત્પાદકો સાથે ઓનલાઈન આલ્કોહોલની ડિલિવરી પ્રક્રિયાના ફાયદા અને ગેરફાયદા અંગે ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બંગાળ અને ઓડિશામાં હોમ ડિલિવરીની મંજૂરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર મોટા શહેરોની વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ઓનલાઈન માધ્યમ અપનાવી શકાય છે. અધિકારીએ સ્પષ્ટતા કરી કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને આસામે COVID-૧૯ દરમિયાન કેટલાક નિયંત્રણો સાથે શરાબની ડિલિવરીની મંજૂરી આપી હતી. હાલમાં, આ રાજ્યોમાં ડિલિવરી પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર સરકારની પરવાનગી મળ્યા બાદ ટેક પ્લેટફોર્મ બીયરબોક્સ શરૂ કરવામાં આવ્યું હતું. કંપની ૩ થી ૪ કિલોમીટરની રેન્જમાં શરાબની ડિલિવરી અને વેચાણ કરતી હતી.
આ પણ વાંચો :-