Monday, Dec 22, 2025

ઇતિહાસ સર્જાયો: આસ્થા પુનિયા ભારતીય નૌકાદળની પહેલી મહિલા ફાઇટર પાઇલટ

2 Min Read

ભારતીય નૌસેનામાં પહેલી વખત કોઈ મહિલાને ફાઈટર પાયલટનો દરજ્જો આપવામાં આવ્યો છે. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને નૌસેનાનાં ફાઈટર પાયલટ પદે નિમવામાં આવ્યા છે અને આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા છે. ઈન્ડિયન નેવીના ટોહી વિમાન અને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં વીમેન પાયલટ પહેલાંથી પણ આસ્થા ફાઈટર પ્લેન ઉડાવશે. નૌસેના દેશની સુરક્ષામાં અહમ ભૂમિકા નિભાવે છે અને હવે આસ્થાની ભૂમિકા આમાં વધુ મહત્ત્વની બની જશે. નૌસેનાએ આને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

ઈન્ડિયન નેવીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં આસ્થા પુનિયાના ફોટોનો સમાવેશ પણ થાય છે. નેવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે નેવલ એવિએશનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌસેનાએ ત્રીજી જુલાઈ, 2025ના ઈન્ડિયન નેવલ એર સ્ટેશનમાં દ્વિતીય બેઝિક હોક કન્વર્ઝન કોર્સના સમાપન સાથે જ એક હિસ્ટોરિકલ માઈલસ્ટોન ઉમેરાયું છે. લેફ્ટનન્ટ અતુલ કુમાર ઢુલ અને એસએલટી આસ્થા પુનિયાને રેર એડમિરલ જનલ બેવલી, એસીએનએસ (વાયુ)એ વિંગ્સ ઓફ ગોલ્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આસ્થાને કયુ ફાઈટર એરક્રાફ્ટ આપવામાં આવશે, એ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતીય નૌસેના પાસે કેટલાક ખાસ એરક્રાફ્ટ છે, જે આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત પરથી ટેક ઓફ કરી શકે છે. નૌસેનાના મિગ-29 ફાઈટર એરક્રાફ્ટ છે. આ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. એની કોમ્બેટ રેન્જ 722 કિલોમીટરની છે, જ્યારે સામાન્ય રેન્જ 2346 કિલોમીટરની છે. આ 450 કિલોગ્રામના ચાર બોમ્બ, મિસાઈલ અને અન્ય હથિયારનું વહન કરવામાં સક્ષમ છે.

Share This Article