ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીત, દક્ષિણ આફ્રિકાને ૧૦ વિકેટે હરાવ્યું

Share this story

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. આ રોમાંચક ટેસ્ટ મેચમાં ભારતે ચોથા દિવસના ત્રીજા સેશનમાં જીત નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે ૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. શુભા સતીશના અણનમ ૧૩ રન અને શેફાલી વર્માના અણનમ ૨૪ રનની મદદથી ભારતે આ લક્ષ્યાંક ૯.૨ ઓવરમાં ૧૦ વિકેટ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. વિકેટની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ સૌથી મોટી જીત છે.

Etv Bharat

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ૬૦૩ રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી, બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૨૬૬ રન સુધી જ સિમિત રહી હતી, જેમાં ભારતીય તરફથી સ્નેહ રાણાનું બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેણે ૨૫.૩માં ૭૭ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી. ઓવર દક્ષિણ આફ્રિકાની ટીમને ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બીજી ઇનિંગમાં તેમની તરફથી વધુ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જો કે આ મેચમાં ટીમ પોતાની હારને બચાવી શકી ન હતી. આફ્રિકન ટીમ માટે બીજા દાવમાં સુને લુસે ૧૦૯ રન અને કેપ્ટન વોલ્વાડાર્ટે ૧૨૨ રન બનાવ્યા હતા, જેની મદદથી ટીમ ૩૭૩ રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ભારતની બીજી ઈનિંગમાં ત્રણ બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેણે ૨-૨ વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણાએ આ મેચમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી. જો આ મેચમાં ભારતીય ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો શેફાલી વર્માએ પ્રથમ દાવમાં ૨૦૫ રન બનાવ્યા હતા જ્યારે સ્મૃતિ મંધાનાએ પ્રથમ દાવમાં ૧૪૯ રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષે ૮૬ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ૬૯ રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો :-