સેન્સેક્સમાં ઐતિહાસિક તેજી, પ્રથમ વખત ૮૦ હજારને પાર, નિફ્ટી ૨૪,૩૦૦ પહોંચી

Share this story

આજે સપ્તાહના ત્રીજા દિવસે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ રેકોર્ડ સ્તરે શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત ૮૦ હજારને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ ૨૪૩૦૦ના સ્તરની નજીક પહોંચી ગયો છે. સવારે ૯:૩૬ કલાકે સેન્સેક્સ ૪૬૦.૬૬ (૦.૫૭%) પોઈન્ટ વધીને ૭૯,૯૧૮.૯૭ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી ૧૩૪.૩૧ (૦.૫૬%) પોઈન્ટ વધીને ૨૪,૨૫૮.૧૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. દેશની અગ્રણી ખાનગી ધિરાણકર્તા એચડીએફસી બેંકની મજબૂતીથી આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કારણે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

Closing bell: Nifty breaches 10700; Sensex dives 378 points; Finance, metal  stocks weigh | Mintબુધવારે શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસાથે ૪૮૧.૪૪ પોઈન્ટ એટલે કે ૦.૬૧%નો ઉછાળો આવ્યો હતો. તે ૭૯૯૯૨.૮૯ પર ઓપન થયું અને અમુક જ મિનિટોમાં ૫૭૯.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૦૦૦ને પાર થઇ ગયું. તે છેલ્લે ૮૦૦૩૯.૨૨ ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ ૦.૦૪% ગગડી ૭૯૪૪૧.૬૬ ના લેવલે બંધ થયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૦.૦૭%નો ઘટાડો થયો હતો અને તે ૨૪૧૨૩.૮૫ના લેવલ પર બંધ થયું હતું.

સ્થાનિક શેરબજારને વૈશ્વિક બજારોમાંથી પણ ટેકો મળી રહ્યો છે. ગઈકાલે મંગળવારે વોલ સ્ટ્રીટના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૪૧ ટકા, S&P ૫૦૦૦.૬૨ ટકા અને નાસ્ડેક ૦.૮૪ ટકા ઉછાળા પર હતા. આજે એશિયન બજારો પણ મજબૂત છે. જાપાનનો નિક્કી શરૂઆતના વેપારમાં ૦.૮૪ ટકા સુધર્યો હતો, જ્યારે ટોપિક્સ ૦.૦૮ ટકા મજબૂત હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૨૬ ટકા અને કોસ્ડેક ૦.૫ ટકા અપ હતો. જોકે, હોંગકોંગનો હેંગસેંગ શરૂઆતી નુકસાનના સંકેતો બતાવી રહ્યો છે.

આ પણ વાંચો :-