Friday, Oct 24, 2025

હિના ખાન વાળ ઉતરાવી બાલ્ડ લૂકનો ફોટો શેર કર્યો

3 Min Read

અભિનેત્રી હિના ખાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. કેન્સરની સારવાર વચ્ચે અભિનેત્રી પોતાના સ્વાસ્થ્યના દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે. હાલમાં જ હિના ખાને એક વીડિયો શેર કર્યો, જેને જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે તે ખૂબ જ હિંમતવાન છે. આ વીડિયોમાં હિના ખાને કીમોથેરાપી અને સર્જરીને કારણે પોતાના બધા વાળ ગુમાવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ટીવી ઇન્ડસ્ટ્રીથી બોલીવુડ સુધીની સફર કરનાર હિના ખાન આ દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ખાને થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે અને તે ત્રીજા સ્ટેજમાં છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, તેણે તેની સારવાર શરૂ કરી દીધી છે. હાલમાં, અભિનેત્રી આ મુશ્કેલ સમયમાં પણ હિંમત બતાવી રહી છે અને દરેક મુશ્કેલીનો સ્મિત સાથે સામનો કરી રહી છે. અભિનેત્રી તેની સારવાર અને તેના સ્વાસ્થ્ય સંબંધિત દરેક અપડેટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહી છે.

હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્કિન કેર વિશે વાત કરી રહી છે. તે તેના ચહેરા પરના પિગમેન્ટેશન વિશે અને તેને કેવી રીતે યોગ્ય રાખવો તે અંગે વાત કરી રહી છે. હિનાએ ટી-શર્ટ અને પાયજામો પહેર્યો છે અને તેના માથા પર કેપ પહેરી છે, જેના પર બધાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. હિનાના માથા પર વાળ નથી, કેન્સરની સારવાર દરમિયાન હિનાએ પોતાના વાળ કાપી નાખ્યા હતા. હવે કીમોથેરાપી કરાવતી વખતે તેના માથે સંપૂર્ણપણે ટાલ પડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા હિના ખાને તેના પ્રથમ કીમોથેરાપી સેશન પછી તેના વાળ કાપી નાખ્યા હતા. તેણીએ તેના જાડા કાળા વાળને કાપીને બોય કટ હેરસ્ટાઇલ રાખી હતી, પરંતુ હવે અભિનેત્રીએ તેના બધા વાળ કાપી નાખ્યા છે. અભિનેત્રી માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. પોતાની લાગણીઓને છુપાવીને હિના ખાન પોતાનું કામ ચાલુ રાખી રહી છે અને સોશિયલ મીડિયા પર ટ્રીટમેન્ટ વચ્ચે તે જે કામ કરી રહી છે તે સતત બતાવી રહી છે. આ મુશ્કેલ સમયમાં હિના ખાનનો પરિવાર અને બોયફ્રેન્ડ તેની સાથે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘હિના જલ્દી સ્વસ્થ થઈ જાય.’ જ્યારે બીજાએ લખ્યું કે, ‘મુશ્કેલીના સમયમાં પણ આ રીતે હસવું સરળ નથી.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન હિના ખાનને હિંમત આપે.’

આ પણ વાંચો :-

Share This Article