Monday, Dec 8, 2025

એમ એસ ધોનીના 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટે કરી મોટી કાર્યવાહી, જાણો મામલો

2 Min Read

આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર ગંભીર આરોપો લગાવનારાઓ માટે ખરાબ દિવસો શરૂૂ થઈ ગયા છે. હકીકતમા મદ્રાસ હાઈકોર્ટે ધોની દ્વારા દાખલ કરાયેલા 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂૂ કરવાનો આદેશ આપ્યો છે. ધોનીએ બે મોટા મીડિયા સંગઠનો, એક પ્રખ્યાત પત્રકાર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે 100 કરોડ રૂૂપિયાના નુકસાનની માંગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો.

એવો આરોપ છે કે આ લોકોએ IPL સટ્ટાબાજી કૌભાંડમાં ધોનીનું નામ ખેંચ્યું હતુ જસ્ટિસ સી.વી. કાર્તિકેયનએ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે જે ચેન્નાઈમાં તમામ પક્ષકારો અને તેમના વકીલો માટે અનુકૂળ જગ્યાએ ધોનીના પુરાવા રેકોર્ડ કરશે. એડવોકેટ કમિશનરની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ધોની એક સેલિબ્રિટી હોવાને કારણે, તેની વ્યક્તિગત હાજરીથી હાઈકોર્ટમાં અવ્યવસ્થા પેદા થઈ શકે છે.

ધોનીએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે 2014 થી પેન્ડિંગ માનહાનિ કેસની સુનાવણી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ધોનીએ કહ્યું હતું કે તે 20 ઓક્ટોબર, 2025 થી 10 ડિસેમ્બર, 2025ની વચ્ચે ઉલટતપાસ માટે ઉપલબ્ધ રહેશે. ધોનીએ સોગંદનામામાં કહ્યું છે કે હું એડવોકેટ કમિશનરને સંપૂર્ણ સહયોગ કરીશ અને કેસ અને પુરાવા દાખલ કરવા અંગે જારી કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરીશ.

તમને જણાવી દઈએ કે કેસની સુનાવણી 10 વર્ષથી વધુ સમય માટે વિલંબિત રહી હતી કારણ કે પક્ષકારોએ વિવિધ રાહતો માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. ડિસેમ્બર 2023 મા ન્યાયાધીશ એસ.એસ. સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે નિવૃત્ત આઈપીએસ અધિકારીને ફોજદારી અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો અને તેમને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે, 2024 મા સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી.

શું છે IPL સ્પોટ ફિક્સિંગ કેસ?

તમને જણાવી દઈએ કે IPL સ્પોટ ફિક્સિંગ કેસ વર્ષ 2013 માં થયો હતો. આ કેસમાં શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવ્હાણ જેવા મોટા ખેલાડીઓ સંડોવાયેલા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ અને ટીમ પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પનનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. આ કેસ પછી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પર IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Share This Article