ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને હાઈકોર્ટે આપ્યા જામીન

Share this story

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કથિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે. ૧૩ જૂને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સોરેન ઘણા મહિનાઓથી જેલમાં છે. જામીન મળ્યા બાદ તે ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. સોરેન આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે જેલમાંથી બહાર આવી જશે.

Hemant Soren: ઝારખંડ CM હેમંત સોરેનના ઘરે ED સાથે દિલ્લી પોલીસ પણ પહોંચી, થઈ શકે છે ધરપકડ! | ED team and Delhi police reached at Jharkhand CM Hemant Soren at his Delhiકથિત જમીન કૌભાંડમાં EDએ આ વર્ષે ૩૧ જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. EDએ હેમંત સોરેનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે જામીન તપાસને અસર કરી શકે છે. જોકે, કોર્ટે EDની વાત સાંભળી ન હતી અને જામીન આપ્યા હતા. આ પહેલા સોરેનની જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી.

EDના વકીલ એસવી રાજુએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હેમંત સોરેને બરિયાતુના બડગાઈ વિસ્તારમાં ૮.૩૫ એકર જમીન પર અનધિકૃત રીતે કબજો કરી લીધો છે. જે PMLA ૨૦૦૨ માં સમાવિષ્ટ જોગવાઈઓ હેઠળ મની લોન્ડરિંગ છે. આર્કિટેક્ટ વિનોદ સિંહે નકશો બનાવીને હેમંત સોરેનના મોબાઈલ પર મોકલી આપ્યો હતો. તેમજ સર્વે દરમિયાન વિનોદે બડગઈ ખાતે આવેલી જમીનની ઓળખ કરી હતી. મહેસૂલ કર્મચારી ભાનુ પ્રતાપ પ્રસાદે પણ હેમંત સોરેનને મદદ કરી હતી.

ભાનુ પ્રતાપ પ્રસાદે પણ પોતાના નિવેદનમાં કબૂલ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલી સૂચનાઓ પર તેમણે બડગઈ ખાતે આવેલી જમીનની વિગતવાર વિગતો તૈયાર કરી આપી હતી. હિલેરિયસ કચ્છપે આ જમીન પર ગેરકાયદે કબજો કરવામાં હેમંત સોરેનને પણ મદદ કરી હતી. હિલેરિયસે સંબંધિત જમીન પર પોતાના નામે વીજ જોડાણ લીધું હતું.

આ પણ વાંચો :-