Thursday, Oct 30, 2025

અરે શું વાત કરો છો ! અહી બનશે વડાપ્રધાન મોદીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં મોટું સ્ટેચ્યુ

2 Min Read
  • મહારાષ્ટ્રના ફેમસ ટુરિસ્ટ પ્લેસ લવાસામાં પીએમ મોદીનું વિશાળ અને ભવ્ય સ્ટેચ્યુ બનનાર છે. આગામી ડિસેમ્બરમાં તેનું અનાવરણ કરવામા આવી શકે છે.

નર્મદા જિલ્લામાં બનાવેલુ સરદાર પટેલનું સ્ટેચ્યુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉચું સ્ટેચ્યુ છે. ત્યારે હવે પીએમ મોદીનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર પટેલના સ્ટેચ્યુ કરતા પણ ઉંચુ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીની આ પ્રતિમા ૧૯૦-૨૦૦ મીટરની ઉંચાઈ પર બનાવાશે. જે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. હવે આ સ્ટેચ્યુ ભારતમાં ક્યા બનશે તે પણ જાણી લો.

મહારાષ્ટ્રમાં પ્રખ્યાત ટુરિઝમ સ્થળ આવેલુ છે લવાસા. જે પ્રવાસીઓમાં ફેમસ છે. પૂણેના લવાસામાં પીએમ મોદીની ભવ્ય પ્રતિમા બનવા જઈ રહી છે. કહેવાય છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ પહેલા કે તે દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી શકે છે. કાર્યક્રમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરતા. સાઉદી અમીરાત અને સંયુક્ત રાજ્ય અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સામેલ થવાની શક્યતા છે.

આ પ્રતિમા દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રમાં અખંડ એકતા માટે કરવામાં આવતા પ્રયાસો માટે સમર્પિત રહેશે. અહી ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પીએમ મોદીની પ્રતિમા બનવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબન્યુનલ (NCLT) દ્વારા અજય હરિનાથ સિંહના નેતૃત્વવાળી ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝનના પક્ષમાં લવાસા સ્માર્ટ સિટી માટે સંકલ્પ યોજનાને મંજૂરી અપાયા બાદ પીએમ મોદીની અખંડ પ્રતિમાના પરિકલ્પના હવે વાસ્તવિક બનવા જઈ રહી છે.

Share This Article