ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. સાથે જ CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે.
નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી હતી.

અત્યાર સુધીમાં 24 ધારાસભ્યોને ફોન આવ્યા
- પુરુષોત્તમ સોલંકી
- કુંવરજી બાવળિયા
- પ્રફુલ પાનસેરિયા
- ઋષિકેશ પટેલ
- કનુ દેસાઈ
- હર્ષ સંઘવી
- અર્જુન મોઢવાડિયા
- નરેશ પટેલ
- કાંતિ અમૃતિયા
- પ્રદ્યુમન વાજા
- કૌશિક વેકરીયા
- સ્વરૂપજી ઠાકોર
- ત્રિકમ છાંગા
- જયરામ ગામિત
- જીતુ વાઘાણી
- દર્શનાબેન વાઘેલા
- રિવાબા જાડેજા
- પી.સી.બરંડા
- રમેશ કટારા
- ઈશ્વરસિંહ પટેલ
- મનીષા વકીલ
- પ્રવીણ માળી
- કમલેશ પટેલ
- સંજયસિંહ મહીડા