ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજ સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના ગૌરિકુંડ વિસ્તારમાં ત્રિજુગીનારાયણ નજીક બની છે. ક્રેશ થયેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું અને તે કેદારનાથ ધામથી ફાટા જઈ રહ્યું હતું.
આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હોવાની ખબર છે. દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન બતાવવામાં આવી રહ્યું છે. NDRF તથા SDRFની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના ADG લો એન્ડ ઓર્ડર ડૉ. વી. મુરુગેસન પણ પોલીસ ટીમ સાથે સ્થળ પર હાજર થઈ ગયા છે.