કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ

Share this story

કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં ૬ શ્રદ્ધાળુઓ સહિત કુલ ૭ લોકો સવાર હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને બાબા કેદારનાથની કૃપા કહી રહ્યા છે.

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ

હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. હાલમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૨૦૨૪ ચાલી રહી છે. કેદારનાથ ધામ માટે હવાઈ સેવા પણ ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈને કેદારનાથ જઈ રહ્યા છે.

આજે સવારે પણ ક્રિસ્ટલ એવિએશનનું હેલિકોપ્ટર સવારીઓને લઇ જઈ રહ્યું છે. પરંતુ કેદારનાથ ધામથી ૧૦૦ મીટર પહેલા પહાડી પર ક્રિસ્ટલ એવિએશન હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ડીસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર પાસેથી મળેલી જાણકારી અનુસાર, પાયલોટ સહિત ૭ યાત્રીઓને સિરસી હેલિપેડથી કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલીમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે લગભગ સવારે ૭ વાગ્યાને ૫ મિનિટ પર શ્રી કેદારનાથ ધામના હેલિપેડથી લગભગ ૧૦૦ મીટર પહેલા ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. પાયલટના જણાવ્યા અનુસાર, બધા યાત્રીઓ સુરક્ષિત છે.

ચાર ધામ યાત્રા ૧૦મી મેથી શરૂ થઇ છે. જો કે, પ્રવાસ અંગે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ છે. હાલમાં દરરોજ ૨૫ હજારથી વધુ ભક્તો યાત્રા ધામમાં પહોંચી રહ્યા છે. ભક્તોને ધામમાં લઈ જવા માટે ૯ હેલિકોપ્ટર કંપનીઓ સેવામાં તૈનાત છે. કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા હંમેશા જોખમી રહી છે. છેલ્લા ૧૧ વર્ષમાં કેદારનાથમાં આવા અનેક અકસ્માતો થયા છે

આ પણ વાંચો :-