હવામાન વિભાગે ગુજરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. અત્યાર સુધી 3 બોટ ડૂબી ગઈ છે. જ્યારે 11 ખલાસી લાપતા થયા છે. જાફરાબાદની જયશ્રી અને દેવકી બોટ ડૂબી ગઈ છે. ત્યારે રાજપરાની મુરલીધર નામની બોટ ડૂબી ગઈ છે.
અમરેલીના દરિયામાં છેલ્લા બે દિવસમાં ત્રણ બોટે જળ સમાધિ લઈ લીધી છે. 11 ખલાસીઓ દરિયામાં લાપતા બન્યા છે. જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુની કામગીરીમાં ભારે અડચણ નડી રહી છે. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને અમરેલી જિલ્લાના કલેક્ટર આજે સવારે જાફરાબાદ બંદરે દોડી ગયા હતા.
અમરેલીનો દરિયો છેલ્લા બે દિવસથી રીતસર તોફાને ચડયો છે. ગઈકાલે સાંજ જાફરાબાદની જયશ્રી નામની બોટ અને ઉનાના રાજપરાની મૂરલીધર નામની બોટે જળ સમાધી લીધી હતી. બંને બોટમાં સવાર 18 પૈકી 10 ખલાસીઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. જયારે 8 ખલાસીઓ દરિયામાં હજી લાપતા છે. દરમિયાન આજે સવારે જાફરાબાદની દેવકી નામની બોટ દરિયામાં ડુબી હતી.
આ બોટમાં કુલ 10 ખલાસીઓ સવાર હતા જે પૈકી 7 ખલાસીઓનું સફળતાપૂર્વક રેસ્કયુ કરી નાખવામાં આવ્યું હતુ. જયારે 3 ખલાસીઓ હજી લાપતા છે. બે દિવસમાં અમરેલીના દરિયામાં 3 બોટે જળ સમાધી લીધી છે. જેમાં 11 ખલાસસ્ત્રો દરિયામાં લાપતા છે. ખરાબ હવામાનના કારણે કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટરને રેસ્કયુ ઓપરેશનમાં ખૂબજ મુશ્કેલી પડી રહી છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર અમરેલીના જાફરાબાદ બંદરમાં 3 બોટ ડૂબી ગઈ હતી. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર અને MLA હીરા સોલંકી બંદરે પહોચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. MLA અને કલેક્ટરે લાપતા ખલાસીઓ અંગે ચર્ચા કરી છે. જો કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેથી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ તંત્રએ લોકોને સતર્ક રહી સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.