ગુજરાતમાં આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેવો વરસાદ?

Share this story

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. દરરોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૮૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાંથી સૌથી વધારે વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પડ્યો હતો. અહીં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ તો જેતપુર, સાપુતારામાં ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે.Vadodara-Rain

ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલ્ટો જોવા મળ્યો. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

૧૪ તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

જિલ્લો તાલુકો વરસાદ(MM)
રાજકોટ જેતપુર ૪૯
ગીર સોમનાથ સુત્રાપાડા ૪૭
જામનગર કાલાવડ ૪૨
જૂનાગઢ મેંદરડા ૪૨
ગીર સોમનાથ વેરાવળ ૩૨
મોરબી વાંકાનેર ૩૨
સાબરકાંઠા ઈડર ૩૧
સુરત ઉમરપાડા ૨૯
પંચમહાલ મોરવા હડફ ૨૯
જૂનાગઢ માંગરોળ ૨૮
મોરબી હળવદ ૨૫
વડોદરા ડભોઈ ૨૫
છોટાઉદેપુર છોટાઉદેપુર ૨૫
જામગર લાલપુર ૨૪

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે ૬ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૮૪ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં મોરબીના ટંકારામાં સાડા ચાર ઈંચ જેટલો તો ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ૨૭ જૂન ગુરુવારના રોજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, દીવ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો :-