દક્ષિણ ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Share this story

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

દાંતામા ૨૦૨ મિ.મી.,વડગામમાં ૧૦૦ મિ.મી., કડાણામાં ૮૪ મિ.મી., શેહેરામાં ૭૧ મિ.મી., તિલકવાડામાં ૬૭ મિ.મી., ખાનપુરમાં ૫૭ મિ.મી., કથલાલમાં ૫૧ મિ.મી., ગલતેશ્વરમાં ૪૯ મિ.મી., પાલનપુરમાં ૪૭ મિ.મી., કુકરમુંડામાં ૪૭ મિ.મી., કપરાડામાં ૪૫ મિ.મી., ઠાસરામાં ૪૫ મિ.મી., ઉમરપાડામાં ૪૦ મિ.મી., નાંદોદમાં ૩૯ મિ.મી., ઝઘડિયામાં ૩૪ મિ.મી., ઉમરગામમાં ૩૧ મિ.મી. ખેડબ્રહ્મામાં ૩૧ મિ.મી., હાલોલમાં ૩૧ મિ.મી અને સતલાસણામાં ૩૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી ૧૬મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

આ પણ વાંચો :-