હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના 17 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. બિહાર, બંગાળના લો પ્રેશરની અસર ગુજરાતમાં વર્તાશે જેના પગલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક નદીઓમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોની વાત કરીએ તો આજે સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.
આ પણ વાંચો :-