કચ્છ, દ્વારકા, પોરબંદરમાં બે દિવસ આગામી ભારે વરસાદની આગાહી

Share this story

રાજ્યમાં આગામી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ૩૫થી ૪૫ કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Vadodara-Rainઅમદાવાદમાં આગામી ૩ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠામાં પણ વરસાદ વરસશે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના સાવલી તાલુકામાં ૩૦ વર્ષ અગાઉ જૂન મહિનામાં સરેરાશ ૮૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે જૂન મહિનાના અંત ભાગ સુધીમાં નામ માત્ર એક મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આવી જ રીતે વડોદરામાં ૧૦૭૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે માત્ર ૪૦ મીમી વરસાદ જૂન મહિનામાં અત્યાર સુધી નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં ૭૨૫ મીમી નોંધાયો હતો. પરંતુ આ વર્ષે માત્ર ૪૨ મીમી છે.

આ પણ વાંચો :-