Thursday, Oct 23, 2025

આજે હરિયાણા વિધાનસભાની ચૂંટણી, 90 બેઠકો માટે મતદાન શરૂ

3 Min Read

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે. 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હરિયાણા ચૂંટણી માટે ભાજપે ૯૦માં ૮૯ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે પણ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીપીએમ એક સીટ પર ચૂંટણી લડી રહી છે. જેજેપી-આઝાદ સમાજ પાર્ટી ગઠબંધન ૭૮ સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. જેમાંથી જેજેપીએ 99 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જયારે ૧૨ સીટો એએસપીને આપવામાં આવી છે. IIND ૫૧ સીટો પર ચૂંટણી લડી રહી છે. જયારે તેણે તેના સહયોગી બીએસપીને ૩૫ સીટો આપી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ 88 સીટો પર દાવ લગાવ્યો છે.

Lok Sabha Election 2024 Phase 3 LIVE update Voting today for 93 seats in 12 states including Gujarat, the future of these veterans will be decided in the third phase | Lok

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કુલ 1031 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 101 મહિલાઓ છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. વહેલી સવારે અનેક બૂથ પર લોકોની ભીડ જોવા મળે છે. તેમના મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ફતેહાબાદ વિધાનસભાના ખુજરીના પોલિંગ બૂથ પર લોકોની લાંબી કતાર જોવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હું તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારનો ભાગ બનવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરું છું. આ અવસરે રાજયના તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

હરિયાણાના સિરસામાં, પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ઉચાના કલાન બેઠક પરથી જેજેપીના ઉમેદવાર દુષ્યંત ચૌટાલાએ પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું કે હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે બહાર આવીને મતદાન કરે. લોકશાહીનો આ સૌથી મોટો તહેવાર છે અને આ સૌથી મોટા તહેવારમાં દરેકનો મત મહત્વપૂર્ણ છે. તમારા મતની શક્તિ દેશને મજબૂત બનાવશે.

ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે આજે વહેલી સવારે ઝજ્જરમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું. મનુ ભાકરે કહ્યું કે દેશના યુવાનો તરીકે આપણા શ્રેષ્ઠ ઉમેદવારને મત આપવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે નાના પગલા દ્વારા જ મોટા લક્ષ્યો હાંસલ કરી શકાય છે. મનુ ભાકરે જણાવ્યું કે, તેમના જીવનમાં આ પહેલીવાર મતદાન કરી રહી છે.

બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈએ હિસારમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘ભાજપ પૂર્ણ બહુમત સાથે ત્રીજી વખત સરકાર બનાવશે. ભાજપની તરફેણમાં સારું વાતાવરણ છે. કોંગ્રેસે અહીં જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે બહારના છે. ભવ્ય બિશ્નોઈમાં લોકોને ભજનલાલની ઝલક દેખાય છે.

આ પણ વાંચો :-

Share This Article