સુરતની સેશન્સ કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે.
આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી. સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે.