સુરત શહેર પોલીસે વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકોની મદદ કરવાની પહેલ કરી છે. અલગ-અલગ પોલીસ સ્ટેશન બાદ હદ વિસ્તારમાં લોકો દરબારના યોજાયા હતા. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોની વેદના પોલીસે સાંભળી હતી અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. પોલીસની આ કામગીરીને લઈને જે લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા તેમને મોટી રાહત મળી છે. સાથે જ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે. તેમજ વ્યાજખોરોના ઘરે દરોડા પાડીને અગત્યના દસ્તાવેજો કબજે કર્યા છે.

શહેરની અલગ-અલગ હોટેલમાં હાઉસ કીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી પર લગાવતો હતો અને ત્યારબાદ આ જ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગારમાંથી 10થી 18 ટકા વ્યાજ કાપીને પગાર આપતો હતો. પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર દીપક ઢીવરેની ધરપકડ કરી છે.
વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરતો હતો. ફક્ત એટલું જ નહીં વ્યાજખોર લોકોની ઘરની ફાઈલ પોતાની પાસે રાખતો હતો. વ્યાજખોર વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેતો હતો. પૈસા આપી દીધા છતાં લોકોને ફાઈલ પરત કરતો ન હતો. પોલીસ ને વ્યાજખોરના ઘરમાંથી ચારથી વધુ ફાઈલો મળી આવી છે. વર્ષ 2008થી લઇ 2024 સુધી વ્યાજખોરે નજીક કિંમતે મકાન પોતાના નામે કરાવી હોવાનો દસ્તાવેજો મળી આવ્યા છે.
એસીપી ઝેડ.આર દેસાઈએ કહ્યુ કે, આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ મળી આવી છે. લોકોએ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમને મિલકતની ફાઈલ આપી નહોતી. વર્ષ 2008થી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઈલ મળી આવી છે, જે માટે એને નજીવી રકમમાં મિલકત પોતાના હસ્તે કરી લીધું હોય. વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી. જે લોકો હાઉસકીપિંગ નું કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો. આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :-