ગુરમીત રામ રહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં નિર્દોષ જાહેર

Share this story

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટની સજા બદલી નાખી છે. ૨૦૨૧માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. ૧૦ જુલાઈ ૨૦૦૨ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

૧૮ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર ૧.૫૦લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર ૧.૨૫-૧.૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદામાં CBI કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.તેમના વકીલે કહ્યું હતું કે આ ચુકાદાનું અમે સ્વાગત કરે છીએ. જોકે સામે પક્ષે કોર્ટે પૂરો આદેશ જારી નથી કર્યો.જોકે રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

આ પણ વાંચો :-