ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. હાઈકોર્ટના રજીસ્ટ્રારે સોલા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ હાથ ધરી છે. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ત્રીજી વખત ધમકી મળી છે.
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મહિનામાં ત્રીજી વખત ધમકીભર્યો મેઇલ મળ્યો