ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે (6 માર્ચ) નવા ભાજપ પ્રમુખ મળવાના છે. ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
નગરપાલિકામાં અને જિલ્લા પ્રમુખોના નામ
- ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ: કિશોરભાઈ એમ ગાવિત
- સુરત મહાનગર ભાજપ પ્રમુખ: પરેશ પટેલ
- સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ
- તાપી જિલ્લા ભાજપ પ્રમુખ: સુરજભાઈ વસાવા
- નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ: ભુરાભાઇ શાહ
- વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ: હેમંતભાઈ કંસારા
- ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ: પ્રકાશ મોદી
- નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ: નિલભાઈ રાવ
- વડોદરા મહાનગર ભાજપ પ્રમુખ: જયપ્રકાશ સોની
- છોટાઉદયપુર જિલ્લા ભાજપ પ્રમુખ: ઉમેશભાઈ રાઠવા
- આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ: સંજય પટેલ
- મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ: દશરથભાઈ બારિયા
- દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ: સ્નેહલ ઘારીયા
- પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ: રમેશભાઈ સિંઘવ
- મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરીશ રાજગોર
- અમદાબાદ જિલ્લા ભાજપ પ્રમુખ: શૈલેષભાઇ દાવડા
- ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ
- કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ: દેવજી ભાઈ વરચંદ
- અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી
- બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કીર્તિસિંહ વાઘેલા
- સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કનુભાઈ પટેલ
- અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ: ભીખાજી ઠાકોર
- દેવભૂમિ દ્વારિકા જિલ્લા ભાજપ પ્રમુખ: મયુરભાઈ ગઢવી
- રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ: માધવ દવે
- રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ: અલ્પેશભાઈ ઢોલરીયા
- મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ: જયંતીભાઈ રાજકોટિયા
- જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ગૌરવ રૂપારેલિયા
- જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ: ચંદુભાઈ રૂપારેલિયા
- ગીર સોમનાથ જિલ્લાભાજપ પ્રમુખ: સંજયભાઈ પરમાર
- ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ: દિગ્વિજયસિંહ ગોહિલ
- ભાવનગર મહાનગર ભાજપ પ્રમુખ : કુમારભાઈ શાહ
- બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ: મયુર પટેલ
- સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ: હિતેન્દ્રસિંહ ચૌહાણ
- અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કનાણી
- જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ: વિનોદભાઈ ભંડેરી
- જામનગર મહાનગર ભાજપ પ્રમુખ: બીનાબેન કોઠારી
ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવશે. જ્યારે 8-10 જગ્યાએ નામ જાહેર થવાના બાકી રહે તેવી પણ શક્યતા છે.