HomeNationalગુજરાત ATSની મોટી કાર્યવાહી: પાકિસ્તાન બોર્ડરથી હથિયાર-હેરોઇન સપ્લાય કરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: પાકિસ્તાન બોર્ડરથી હથિયાર-હેરોઇન સપ્લાય કરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડર મારફતે પંજાબમાં હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સપ્લાય કરનારા વોન્ટેડ આરોપી રહેમત અલી શેખને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાંથી ઝડપી લીધો છે. આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને પંજાબથી ભાગીને પહેલા બિહાર તથા ત્યારબાદ અમદાવાદ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપી મોટા નાર્કોટિક્સ અને હથિયાર સપ્લાય નેટવર્કનો ભાગ છે અને તેણે જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનની પંજાબ બોર્ડર પરથી હેરોઇન, હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલની કન્સાઇનમેન્ટ મેળવી પંજાબમાં અન્ય શખસોને પહોંચાડી હતી.

આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત કર્યા હતા, ત્યારબાદ રહેમત અલી ફરાર થઈ ગયો હતો અને પહેલા નેપાળ જઈ પછી બિહાર મારફતે ગુજરાત આવ્યો હતો. આરોપી રખિયાલમાં એમ્બ્રોડરીના કારખાનામાં કામના બહાને ત્યાં જ રહેતો હતો અને હવે ATS તેની મદદ કરનારા અન્ય શખસોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Subscribe

Latest stories