ગુજરાત ATS અને SOGએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી એક કંપની જેનું નામ ગ્રીનલાઈક કંપનીમાં રેડ પાડી હતી. જેમાં અનેક પ્રકારની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રમાં ડ્રગ્સનો સામાન મળી આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે, ગ્રીનલાઈફ કંપની એ દવા બનાવતી કંપની છે. પરંતુ ડ્રસનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા એટીએસની ટીમ દ્વારા ફેક્ટરી પર દરોડો પાડી ફેક્ટરી માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ફેક્ટરીમાં તપાસ હાથ ધરતા ફેક્ટરીમાંથી ઘેનની ગોળી બનાવવાનું રો.મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા જ ઝડપી પાડતા ડ્રગ્સ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા. તેમજ આ ડ્રગ્સ સપ્લાયનાં તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. ત્યારે ગુજરાત ATS એ ઉત્તર ભારતમાં પણ ડ્રગ્સ માફીયાઓને પડકવા તપાસ શરૂ કરી છે. અગાઉ ગુજરાત ATS એ દક્ષિણ ગુજરાતની ફેક્ટરીમાંથી ડ્રગ્સ ઝડપ્યું હતું.
ગુજરાત એટીએસ દ્વારા ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. તેમજ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનો પર્દાફાશ થયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર મામલે વિદેશ બેઠેલા ડ્રગ્સ માફીયાઓ સામે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-