જાણો કોણ છે.. રાજકોટના નવા પોલીસ કમિશનર અગ્નિકાંડ બાદ મળી જવાબદારી

Share this story

ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે ૨૮ લોકોના મોત થયા છે. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી છે. આ ઘટનાના બે દિવસ બાદ રાજ્ય સરકારે સોમવારે શહેરના પોલીસ કમિશનર અને અન્ય બે IPS અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરવામાં આવી છે. હવે તેમના સ્થાને IPS અધિકારી બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ બ્રિજેશ કુમાર ઝા વિશે કેટલીક ખાસ વાતો.

બ્રિજેશ કુમાર ઝાએ મંગળવારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ તેઓ અમદાવાદ શહેરમાં સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-૨ તરીકે કાર્યરત હતા. બ્રિજેશ કુમાર ઝા ગુજરાત કેડરના ૧૯૯૯ બેચના IPS અધિકારી છે. બ્રિજેશ ઝાના ફેસબુક પેજ મુજબ તે મૂળ ઝારખંડના દેવઘરના છે. તેમણે પોતાનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો હતો.

આ ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે. તેઓને સામાન્ય વહીવટી વિભાગમાં મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સીઇઓ ડી.પી. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે. તેઓ આજે સાંજ સુધીમાં ગમે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળી લે તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન પોલીસ કમિશન બ્રિજેશ કુમાર ઝા ગઇકાલે રાત્રે જ રાજકોટ આવી પહોચ્યા હતા તેઓએ આજે વહેલી સવારે ચાર્જ સંભાળી લીધો હતો.

રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગને પગલે સરકારે શહેરના પોલીસ કમિશનર, અન્ય બે IPS અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૨) સુધીર કુમાર દેસાઈની પોસ્ટિંગ વગર બદલી કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને IAS અધિકારી આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-