Thursday, Oct 23, 2025

PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને આટલાં કરોડ રૂપિયા ચૂકવ્યા

2 Min Read

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈ બીમારી ન હોવા છતા ખોટી રિપોર્ટ આપવા અને તેમનું ખોટી રીતે ઓપરેશન કરવાનો મામલો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલે ખોટી રીતે દર્દીઓની એંજિયોપ્લાસ્ટી કરી દીધી, જ્યારે તમને તેની જરૂરીયાત પણ ન હતી.

Khyati Hospital Scandal: 5 Administrators Face Action

ખ્યાતિ હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે રાજ્યના તમામ હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન મેંડેટરી કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટેબ્લિશમેંટ એક્ટ 2024 અંતર્ગત 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન મેંડેટરી છે. 12 માર્ચ 2025 સુધીમાં મળેલી અરજીના આધારે હોસ્પિટલોની તપાસ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતમાં હાલમાં આવા કેટના નામી હોસ્પિટલો છે તેની પણ તપાસ કરવામાં આવશે. જેમાં નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે. વડોદરામાં પણ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડની આશંકા છે. અંજના હોસ્પિટલમાં તેવા લોકોને ઓક્સિજનના માસ્ક લગાવવામાં આવ્યા, જેમને તેની જરૂરિયાત ન હતી. દર્દીની તસવીરો પણ આયુષ્માન કાર્ડની સાઈટ પર પણ અપલોડ કરાઈ હતી.

એક અહેવાલ મુજબ PMJAY યોજના હેઠળ છેલ્લા જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીના પાંચ મહિના અને 12 દિવસના સમય ગાળા દરમિયાન 650 કેસમાં સારવારને માટે 3.66 કરોડ જેટલી જંગી રકમ મેળવી છે. જેમાં સૌથી વધુ 605 કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે 2.77 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી છે. હૃદયરોગ સિવાયની અન્ય સર્જરી પેટે સરકારે ખ્યાતિ હોસ્પિટલને 89.87 લાખ ચૂકવ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીમાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટિ અને 36 બાયપાસ સર્જરી સહિતના હૃદયરોગના કેસની સારવાર પેટે 2.77 કરોડ ચૂકવ્યા છે. તમામ પૈસા PMJAY યોજના હેઠળ મેળવાયા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલને 220 ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામની સારવાર માટે 49,78,836 રૂપિયા, 36 કોરોનરી બાયપાસ સર્જરી માટે 6,12,540 રૂપિયા, 380 કોરોનરી એન્જિયોગ્રાફી માટે રૂ. 6,82,640ની રકમ સરકાર પાસેથી મળી છે.

આ પણ વાંચો :-

Share This Article