આસામ પોલીસની 16 સભ્યોની એક ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે ગૂગલ મેપ્સની મદદથી અજાણતા નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસકર્મીઓને ગુનેગાર સમજીને તેમના હુમલો કરી દીધો અને તેમને આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા.

ગૂગલ મેપના સહારે આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસની એક ટીમને ગૂગલ મેપે નાગાલૅન્ડ પહોંચાડી દીધી. આ દરમિયાન મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. તેથી લોકો પોલીસની ટીમને મોર્ડન હથિયારો સાથે જોઈ તો તેઓ તેમને બદમાશ સમજી બેઠા અને તેમના પર હુમલો કરી તેમને બંધક બનાવી લીધા.
આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવાર રાતે તે સમયે થઈ જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે ચાના બગીચાવાળો વિસ્તાર હતો, જેને ગૂગલ મે પર આસામ બતાવ્યું હતું. જો કે, વાસ્તવમાં તે નાગાલેન્ડની અંદર હતુ. GPS પર ભ્રમ અને ભ્રામક માર્ગદર્શનના કારણે ગુનેગારની તલાશીમાં ટીમ નાગાલેન્ડ સરહદે પહોંચી ગઈ. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમના કર્મીઓને અત્યાધુનિક હથિયાર લઈને આવેલા ગુંડા સમજ્યા અને તેમની ધરપકડ કરી લીધી.
નાગાલૅન્ડમાં પ્રતિકૂળ સ્થિતિની સૂચના મળતાં જ જોરહાટ પોલીસે તાત્કાલિક મોકોકચુંગના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટના સ્થળ પર મોકલી. ત્યારબાદ સ્થાનિક લોકોને ખ્યાલ આવ્યો કે, આ આસામની વાસ્તવિક પોલીસ ટીમ હતી અને પછી તેમણે ઘાયલ કર્મચારી સહિત પાંચ સભ્યોને છોડી મૂક્યા. જોકે, તેમણે રાતભર 11 લોકોને બંધક બનાવી રાખ્યા અને પછી સવારે તેમને મુક્ત કરી દીધા.
આ પણ વાંચો :-