મહારાષ્ટ્રના પાલઘર યાર્ડમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે મુંબઈ – સુરત સેક્શનની યુપી લાઇનને અસર થઈ છે. ટ્રેનોના ટ્રાફિક તેમજ અહીંના સ્થાનિક રેલ નેટવર્કમાં વિક્ષેપ પડ્યો હતો.પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી અને પાલઘર ટ્રેન અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિસ્ટોરેશન કાર્ય પ્રગતિમાં છે અને નંદુરબાર, ઉધના, બાંદ્રા ટર્મિનસ અને વલસાડથી અકસ્માત રાહત ટ્રેન બોલાવવામાં આવી છે.
અકસ્માતને કારણે મુંબઈ-સુરત સેક્શન પર પેસેન્જર લાઇનને અસર થઈ છે જ્યારે ૧૨૯૩૬ સુરત-મુંબઈ ઈન્ટરસિટી ટ્રેન સેવા વાપી ખાતે જ સમાપ્ત કરી દેવામાં આવી છે. તેવી જ રીતે, ૧૬૫૦૫ ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, ૧૨૪૩૨ નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસ અને ૧૯૨૬૦ ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
અકસ્માતને પગલે ૨૯.૦૫.૨૦૨૪ ના રોજ દહાણુ રોડ જતી અને આવતી નીચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
- ૦૯૧૫૯ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની વાપી પેસેન્જર બાંદ્રા ટર્મિનસ – ઉમ્બરગામ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે ઉમ્બરગામ રોડ અને વાપી સ્ટેશનો વચ્ચે દોડશે.
 - ૦૯૦૫૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ની ઉધના સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડ અને ઉધના સ્ટેશનો વચ્ચે દોડશે.
 - ૧૨૯૩૫ બાંદ્રા ટર્મિનસ – ૨૯/૦૫ના સુરત ઇન્ટરસિટી એક્સ્પને બાંદ્રા ટર્મિનસ – વાપી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તે વાપી અને સુરત સ્ટેશનો વચ્ચે ચાલશે.
 - ૧૯૪૧૭ બોરીવલી – ૨૯/૦૫ના અમદાવાદ એક્સ્પને આંશિક રીતે બોરીવલી અને વલસાડ વચ્ચે રદ કરવામાં આવશે અને વલસાડ અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ચાલશે.
 - ૧૯૧૦૧ વિરાર – ૨૯/૦૫ની ભરૂચ એક્સપ્રેસ વિરાર અને ઉધના સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરશે અને ઉધના અને ભરૂચ સ્ટેશનો વચ્ચે દોડશે.
 
આ પણ વાંચો :-