વિશ્વ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા.જેમાં આજે સોનું 3035 ડોલરની નવી ટોચે પહોંચ્યું હતુ. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક ઉંચા ભાવ જોવા મળ્યા હતા. આ અહોવાલ પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાએ પ્રથમ વખત જ રૂપિયા 91,000ની સપાટી કૂદાવી હતી. જ્યારે મુંબઇ સોના-ચાંદી બજારમાં ચાંદીએ પુન: રૂપિયા ૧ લાખની સપાટી કૂદાવી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના આજે વધુ રૂ.500 વધી ૯૯૫ના રૂ.91,000 તથા ૯૯૯ના રૂ.91,3000 ની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.500 વધી રૂ.99,500 બોલાયા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના 2987થી 2988 વાળા ઉછળી ફરી 3000 ડોલર પાર કરી ઍઉંચામાં ભાવ 3035થી 3036 ડોલર બલ્લાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.
દિલ્હીના બુલિયન માર્કેટમાં સતત 5 દિવસથી બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં 2500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹82,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹90,060 પ્રતિ 10 ગ્રામ છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹82,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 90,060 પ્રતિ 10 ગ્રામ છે. વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹82,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹90,060 પ્રતિ 10 ગ્રામ છે.