વૈશ્ર્વિક ડીમાન્ડમાં ઘટાડા અને સોના ચાંદીના ભાવ હજુ વધુ ઘટી શકે છે તેવા રિપોર્ટના આધારે ચાંદીમાં આજે ગઈકાલના બંધથી રૂા.10,000 નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ ગઈકાલનાં બંધથી રૂા. 3000નો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે એમસીએકસમાં ચાંદીનો બંધ ભાવ 2,39,891 પર જોવા મળ્યો હતો. જે આજે એક સમયે ઘટીને 2,29,300 સુધી પહોંચતાં રૂા.10,000નો ઘટાડો નોંધાયો હતો. જો કે બપોર બાદ થોડી રીકવરી થઈ હતી અને હાલ ચાંદી 234210 પર જોવા મળી છે. એટલે કે અત્યારે હજુ રૂા.5500 ચાંદી ઘટેલી છે.
બીજી બાજુ સોનામાં પણ નરમાઈ જોવા મળી છે. ગઈકાલે 1,54,760 પર સોનુ બંધ આવ્યું હતું. જ્યારે આજે સોનુ ઘટીને 1,51,244 સુધી પહોંચ્યું હતું. એટલે કે લગભગ રૂા.3500 જેટલો દિવસ દરમ્યાન ઘટાડો નોંધાયો છે. હાલ 152950 પર પહોંચ્યો છે. બપોરના ત્રણ વાગ્યે સોનુ ગઈકાલ કરતાં રૂા.2000નો ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઘટીને 4924 ડોલર પર આવી ગયું છે. જ્યારે ચાંદી 74.80 ડોલર પર જોવા મળે છે, રાજકોટમાં સોનાનો ભાવ 156930 પર જોવા મળ્યો છે.