ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિસ્તૃત માહિતી મુજબ, હાલમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો થયા છે.

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ભરતી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાતની સરકારી અને ખાનગી અનુદાનિત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના’ (સેકન્ડરી અને હાયર સેકન્ડરી)’ માટે શાળા સ્તરે 11 મહિનાના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ની જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી હાલમાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.
આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે અને મહિને રૂ. 24 હજારનું મહેનતાણું મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે, જ્યારે માસિક રૂ. 26 હજારનું મહેનતાણું આપવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- આ કરારની મુદત ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
- આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે.
- આ કામગીરી માટે રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.
આ પણ વાંચો :-