Saturday, Sep 13, 2025

બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ

2 Min Read

બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ થયો છે. શિક્ષકો બાદ આરોગ્ય અધિકારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ વિદેશ જતા રહ્યા. હાર્દિક ડી સાવજ 2023 થી ફરજ પર આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનો ખુલાસો થયો છે.

બનાસકાંઠામાં લાલિયાવાડી, શિક્ષકો બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં હોવાનું ખુલ્યું 1 - image

જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં સમગ્ર હકીકત સામે આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી. HSC,PHC કે સબસેન્ટરમાં કર્મચારી ગેરહાજર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કરાયુ.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં લાલીયાવાડી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. હવે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં પાણ ગેરહાજર કર્મચારીનો બનાવો પણ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ આરોગ્ય શાખામાં ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી. સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ ચાલુ નોકરીએ ગેરહાજર રહીને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે અને હંગામો થતાં પ્રકાશ દેસાઈએ મામલો વધુ ન વણસે તે માટે રાજીનામુ ધર્યું હોવાનું ચર્ચા શરૂ થઇ છે. આ ઉપરાંત જિલ્લાના 14 તાલુકા હેલ્થ ઓફિસરને તાકિદની નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે લાંબા સમયથી રજા ઉપર ઉતરી ગયેલો કે વિદેશ ગયેલા મેડિકલ ઓફિસર કેટલા છે તેની તપાસ કરવામાં આવે.

આ પણ વાંચો :-

Share This Article