અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ સીમેન્ટ ઉદ્યોગમાં ફરી એક મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રૂપની સીમેન્ટ કંપની અંબૂજા સીમેન્ટ્સએ સીમેન્ટ બજારમાં તેના પગલાં વધુ મજબૂત કર્યા છે. કંપનીએ તેના વિસ્તાર અભિયાન હેઠળ મંગળવારે રૂ. 8,100 કરોડમાં ઓરિએન્ટ સીમેન્ટનું અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. અંબુજા સીમેન્ટ્સ ઓરિએન્ટ સીમેન્ટ્સના વર્તમાન પ્રમોટર્સ અને કેટલાક પબ્લિક શૅરહોલ્ડર્સ પાસેથી 46.8 ટકા શૅર્સ ખરીદશે. આ ખરીદી માટેનું ભંડોળ સંપૂર્ણપણે આંતરિક સંશાધનો દ્વારા એકત્ર કરાશે.

એક્સચેન્જ ફાઈલિંગમાં અંબુજા સીમેન્ટ્સે જણાવ્યું કે ઓરિએન્ટ સીમેન્ટની ખરીદીથી અંબુજા સીમેન્ટ્સની વાર્ષિક ક્ષમતામાં 1.66 કરોડ ટનનો ઉમેરો કરશે. કંપની પ્રતિ શૅર રૂ. 395.40ની કિંમતે વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર લાવશે.
આ રોકાણ પાછળનું તર્ક આપતાં અંબુજાએ જણાવ્યું હતું કે આનાથી કંપનીને દક્ષિણ અને પશ્ચિમ ભારતના મુખ્ય બજારમાં તેની હાજરી 8.5 MTPA સુધી વધારવામાં મદદ મળશે. તેનો અખિલ ભારતીય બજાર હિસ્સો 2 ટકા સુધરવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યું હતું કે ત્રીજા વર્ષ સુધીમાં ક્ષમતાનો ઉપયોગ વધીને 85 ટકા થવાની ધારણા છે. અંબુજા અને એસીસી બ્રાન્ડ બિઝનેસ વેચાણમાં વધુ મદદ કરશે. પ્રીમિયમ સિમેન્ટનું પણ વેચાણ કરશે.
અંબુજાએ જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટ લગભગ દેવા મુક્ત છે અને આ એક્વિઝિશન તેની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે. તેણે એમ પણ કહ્યું કે આ એક્વિઝિશન તેના એકંદર ROCEમાં પણ સુધારો કરશે. મંગળવારે, અંબુજા સિમેન્ટનો શેર 1.38% ના ઘટાડા સાથે રૂ. 564 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો :-